Abtak Media Google News

મોરબીની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર ૩૫૦ જેટલા બાળકોને તથાસ્તુ પરિવાર દ્વારા શૈક્ષણિક કિટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે બાળકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

વેકેશન ખુલ્યું જ છે ત્યારે ખાનગી શાળામાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને મનગમતી વસ્તુઓ મળતી હોય છે. જ્યારે છેવાડાના વિસ્તારની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઘણી વખત જરૂરીયાતની વસ્તુઓ પણ નથી મળતી હોતી. ત્યારે નવા શૈક્ષણિક સત્રમાં સરકારી શાળામાં આ વર્ષે  ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને તથાસ્તુ પરિવાર દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ.
બાળકોના ચહેરા પરનો આનંદ જોઈ તમામ લોકોનો આનંદ પણ બમણો થઈ ગયો હતો. તથાસ્તુ પરિવાર યુવા મિત્રો દ્વારા ચાલતું એવું ગૃપ છે જેમાં કોઈ શિક્ષક છે તો કોઈ સીએ છે, કોઈ સિરામીક સાથે સંકળાયેલ છે તો કોઈ અન્ય વ્યવસાય સાથે. આમ બધા પોતપોતાના વ્યવસાય માંથી થોડો સમય કાઢીને દર મહિને આવી નાની નાની પ્રવૃત્તિ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.