Abtak Media Google News

અંજની પુત્ર પવન સૂત નામા

હનુમાનજીની પૂજા ઉપાસનાથી નાની-મોટી શનિની પનોતી પીડા થાય છે દુર

ગુરૂવારે હનુમાન જયંતિની ઉજવણી

આ દિવસે સવારે હસ્ત નક્ષત્ર 12.40 સુધી છે ત્યાર બાદ ચિત્રા નક્ષત્ર છે આથી હસ્ત અને ચિત્રા બંને નક્ષત્રમાં હનુમાન જયંતિ ઉત્તમ ગણવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં થયેલ આથી આ વર્ષે પણ બપોર થી ચિત્રા નક્ષત્ર છે. આથી હનુમાન જયંતિ વધારે ઉત્તમ ગણાશે.

હનુમાનજી દાદા સપ્તચિરંજીવી છે આથી પૃથ્વી ઉપર હંમેશા હાજ2 હોય છે. ખાસ કરીને રામકથા જયાં ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજરી આપે છે. તે ઉપરાંત કળિયુગમાં હનુમાનજી તેના ભક્તોની પીડા તુરંત દૂર કરે છે.નાસે રોગ હરે સબ પિડા, હનુમાનજીની ઉપાસનાથી જીવનની બધીજ બીમારી દુર થાય છે તથા ખાસ કરીને આ ઘોર કળિયુગમાં  હનુમાનજીની પુજા ઉપાસનાથી જીવનની બધીજ પીડાઓ દુર થાય છે. શનિની નાની- મોટી પનોતીની પીડા પણ દુર થાય છે. રાહુ પીડા પણ દુર થાય છે.

હનુમાનજીની પૂજા:- હનુમાનજયંતિના દિવસે ભાઈઓએ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરી તેના ઉપર હનુમાનજીની છબી રાખવી, બાજુમા  સરસવના તેલનો ફૂલ વાટ નો દિવો કરવો, ગણપતિ દાદા, શ્રીરામચંદ્ર ભગવાનનું નામ લઈ અને હનુમાનજીને ચંદનનો ચાંદલો કરવો પોતે પણ ચાંદલો ચોખા કરવા ત્યારબાદ 7. 11,21 કે 108હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા સુંદરકાંડનો પાઠ કરવો. ઉપરાંત ૐ નમો હનુમંતે ભયભંજનનાય સુખકુરૂ ફટ સ્વાહ મંત્રનો જાપ પણ કરી શકાય. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠબહેનો પણ કરી શકે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને સુખડી નૈવેધ ધરવું ઉત્તમ છે.

હનુમાનજીને 21 અળદના દાણા ચડાવા, સરસવનું તેલ ચડાવુપણ ઉત્તમ અને પીડા નાશક છે. હનુમાનજીને નિવેદ્યમાં સુખડી લાડવા તે ઉપરાંત ફળફળાદી ધરવા પણ ઉત્તમ છે હનુમાનજી ને આંકડાની માળા લવિંગ તુલસી માળા આ બધુ હનુમાનજીને પ્રિય છે હનુમાનજીની પૂજા કરવા બેસો ત્યારે ખાસ કરીને લાલ અથવા કેસરી વસ્ત્રો પહેરવા પણ ઉત્તમ ગણાય છે

બટુક ભોજન નુ મહત્વ :-આ દિવસે બટુક ભોજન કરાવવાનુ પણ ખાસ મહત્વ છે નાના બાળકોનુ મન એકદમ ભોળું હોય છે અને ભોળા લોકોને ભગવાન તુરંત પ્રસન્ન થાય છે આથી જ બાળકોને ભગવાનનુ સ્વરૂપ ગણવામાં આવે છે આથી આ દિવસે બટુક ભોજન કરાવવાથી હનુમાનજી તુરંત પ્રસન્ન થાય છે.

રાજદીપ જોશી 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.