Abtak Media Google News

Website Template Original File1 42

રોજની આદતો પર જ આપણી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ નિર્ભર કરે છે. લોકોની કોશિશ હંમેશા હેલ્ધી અને લાંબુ જીવવાની હોય છે. આ માટે આયુર્વેદ હંમેશા બેલેન્સ રાખવાની સલાહ આપે છે.

  • હેલ્ધી અને લોંગ લાઇફ જીવવા  કેટલીક આદતો બદલવી જોઇએ.
  • ભુખ એ વાતનો સંકેત છે કે તમારુ પાછળનું જમવાનું સારી રીતે પચી ચુક્યુ છે.
  • સુર્યાસ્ત પહેલા અથવા સુર્યાસ્તના એક કલાકની અંદર જમી લેવું જોઇએ.

રોજની આદતો પર જ આપણી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ નિર્ભર કરે છે. લોકોની કોશિશ હંમેશા હેલ્ધી અને લાંબુ જીવવાની હોય છે. આ માટે આયુર્વેદ હંમેશા બેલેન્સ રાખવાની સલાહ આપે છે.

ભુખ ન લાગે તો પણ ખાવુ:

446432 Zz

ભુખ એ વાતનો સંકેત છે કે તમારુ પાછળનું જમવાનું સારી રીતે પચી ચુક્યુ છે. જ્યારે તમે ભુખ લાગ્યા વિના ખાવ છો તો તમારા લીવર પર તમે જરૂરિયાત કરતા વધુ બોજ નાંખો છો. ભુખ લાગ્યા વગર ખાવું અને ભુખ હોય તો પણ ન ખાવુ બંને બાબતો નુકશાન કરે છે.

અડધી રાતે સુવુ:

How To Go To Sleep Fast 1024X682 1

 

સુવાનો સૌથી બેસ્ટ સમય રાતે 10 વાગ્યા સુધીનો જ છે. રાતે 10થી 2નો સમય પિત્ત પ્રધાન હોય છે. ત્યારે તમારુ મેટાબોલિઝમ ચરમસીમા પર હોય છે. જો તમે 7થી 7.30 વાગ્યે ખાવાનું બંધ કરી દો છો તો વસ્તુઓ ઝડપથી પચી જાય છે. આખો દિવસ તમે ખાધેલી વસ્તુઓ પણ ઝડપથી પચે છે. અડધી રાત બાદ સુવાથી તમારી ઉંઘની ક્વોલિટી તો ખરાબ થાય છે, પરંતુ તમારી હેલ્થ પણ બગડે છે.

મોડી રાતે ખાવુ:

101190917

સુર્યાસ્ત પહેલા અથવા સુર્યાસ્તના એક કલાકની અંદર અથવા તો રાતે 8 વાગ્યા સુધી ખાવુ સૌથી સારી રીત છે. રાતે 9 વાગ્યા બાદ ડિનર કરવુ તમારા મેટાબોલિઝમ, લિવર ડિટોક્સ અને ઉંઘને પ્રભાવિત કરે છે. તે સમયની સાથે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા અને હ્રદયની બિમારીઓને જન્મ આપે છે.

મલ્ટીટાસ્કિંગ ન કરો: 

960X0 1

મલ્ટીટાસ્કિંગના લીધે શરીરમાં એકસ્ટ્રા તણાવ હોર્મોન વધે છે, જે તમારી ઓટો ઇમ્યુન સિસ્ટમ બગાડે છે અને લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો થાય છે. એક સમયે એક જ કામ કરવાથી તમારી કામ કરવાની ક્ષમતામાં સુધારો થાય છે અને તણાવ ઘટે છે.

વધુ એક્સર્સાઇઝ કરવી: 

220726122213 04 Exercise Long Life Wellness Stock

તમારી ક્ષમતા કરતા વધુ કસરત ન કરો. જો તમે પોષ્ટિક ડાયેટ લીધા વગર શરીરની ક્ષમતા કરતા વધુ એક્સર્સાઇઝ કરો છો તો પરેશાની વધી શકે છે.

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.