Abtak Media Google News

વારાસણી ખાતે ત્રિદિવસીય અખિલ ભારતીય શિક્ષા સમાગમમાં ભાગ લેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ભીમાણી

વારાણસી ખાતે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ત્રિદીવસીય *”અખિલ ભારતીય શિક્ષા સમાગમ-2022″* નું ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવેલ છે.આ સંમેલનમાં રાષ્ટ્રીય શિક્ષા નિતિ-2020 ના અમલના સંદર્ભમાં ભારતની સમગ્ર યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે વિવિધ વિષયો પર ત્રણ દિવસ ચર્ચા- વિચારણા કરવામાં આવશે. આ સંમેલનમાં ઉદ્ધાટન સમયે ઉતરપ્રદેશના  મુખ્યમંત્રી યોગી આદીત્યનાથજી, ઉતરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભારતના  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ “અખિલ ભારતીય શિક્ષા સમાગમ-2022” ના સંદર્ભમાં રાષ્ટ્રીય શિક્ષા નિતિના વિવિધ અગત્યના મુદાઓ પર ઉપસ્થિત સૌને માર્ગદર્શીત કર્યા હતા. સાથે સાથે રાષ્ટ્રીય શિક્ષા નિતિ-2020 ના અમલીકરણથી ભારતના યુવાનો સારી રીતે શિક્ષિત થઈ ભારતનો વારસો, વૈભવ, સંસ્કૃતિ અને ઈતિહાસથી પરિચિત થાય એ માટે એ સંદર્ભમાં સૌને માર્ગદર્શીત કર્યા હતા.

આ ઉપરાંત ઉતરપ્રદેશના  મુખ્યમંત્રી યોગી આદીત્યનાથજી, ઉતરપ્રદેશના  રાજયપાલ આનંદીબેન પટેલ તથા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી એ “અખિલ ભારતીય શિક્ષા સમાગમ-2022” માં સૌને સંબોધન કર્યું હતું.આ સંમેલનમાં રાષ્ટ્રીય શિક્ષા નિતિ-2020 ના ડ્રાફટ કમિટીના ચેરમેન ડો. કે. કસ્તુરીરંગનજી એ આ સંમેલનના આયોજન વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી.આ ત્રિદીવસીય સંમેલનમાં યુ.જી.સી., અઈંઈઝઊ, ગઈઝઊ, ઈંગઋકઈંઇગઊઝ ના ચેરમેનઓની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

દેશની 875 થી વધુ યુનિવર્સિટીઓના કુલપતિઓએ સંમેલનમાં ભાગ લીધો: ત્રણ દિવસ સુધી વિવિધ સેશનમાં ચર્ચા થશે

ભારત દેશની 875 થી વધુ યુનિવર્સિટીઓના કુલપતિઓ એ આ અખિલ ભારતીય શિક્ષા સંમેલનમાં ભાગ લીધેલ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ  પણ આ ત્રીદીવસીય સંમેલનમાં ભાગ લઈ રાષ્ટ્રીય શિક્ષા નિતિના અમલીકરણના સંદર્ભમાં ચર્ચા- વિચારણા કરેલ છે. વારાણસી ખાતે યોજાએલ આ ત્રિદીવસીય “અખિલ ભારતીય શિક્ષા સમાગમ-2022” માં વિવિધ વિષયો પર વ્યાખ્યાનો તથા ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ અખિલ ભારતીય શિક્ષા સંમેલનના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષા નિતિ-2020 નો સરળતાથી અમલ કરવા માટે માર્ગદર્શન મળી રહેશે.આ સંમેલનમાં ગુજરાત રાજયમાંથી સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, બીરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તથા ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માનનીય કુલપતિઓ આ સંમેલનમાં ભાગ લીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.