Abtak Media Google News

અક્ષર પટેલને બોલર તરીકે લેતા એકપણ ઓવરના દેતા પંડ્યાની કપ્તાની પર સવાલો: ગિલનું સતત બીજી મેચમાં ખરાબ શોર્ટ સિલેક્શન

ભારતીય ક્રિકેટ ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની ઝ20 સીરિઝની બીજી મેચમાં 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા હવે સીરિઝમાં 0-2થી પાછળ છે. બેટીંગ-બોલિંગ બન્નેમાં ભારતીય ટીમના અણધણ આયોજનના કારણે બીજી ટી-20માં પણ શિખસ્ત મળી છે.

Advertisement

પ્રથમ ટી-20માં જેમ ગિલ આઉટ થયો તેમ બીજી મેચમાં પણ તેના ખરાબ શોર્ટને કારણે પેવેલિયન ભેગું થવું પડ્યું. બીજીબાજુ અક્ષર પટેલને બોલર તરીકે રમાડવામાં આવ્યો હતો પણ મેચમાં એક પણ બોલ ન નાખતા સૌ કોઈને આશ્ચય થયું છે. મિડલ ઓર્ડરમાં પણ ભારતનો ફ્લોપ શો યથાવત છે સેમસનની છેલ્લી પાંચ ઇનિંગમાં તે 30 રનથી આગળ વધી શક્યો નથી ત્યારે હવે ત્રીજી મેચમાં યશસ્વીને ચાન્સ મળે તેવી પ્રબળ શક્યતા છે.

મેચમાં ટીમ ઈન્ડિયા એક સમયે ઘણી પાછળ ચાલી રહી હતી. વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે ઓછા રનની જરૂર હતી અને બોલ ઘણા બધા હતા પણ વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 16મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે બધું બદલી નાખ્યું. ચહલે આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા અને વેસ્ટ ઈન્ડિઝના બે બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા. જેસન હોલ્ડર (0) અને શિમરોન હેટમાયર (22)એ ચહલની ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ જ ઓવરમાં રોમારિયો શેફર્ડ પણ ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો.

આ ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમને 24 બોલમાં માત્ર 24 રનની જરૂર હતી પણ એ સામે તેની 8 વિકેટ પડી ગઈ હતી. ચચહલની આ ઓવર બાદ ટીમ ઈન્ડિયા મેચમાં સંપૂર્ણ રીતે પાછી ફરી હતી. ચહલ બાદ 17મી ઓવરમાં આવેલા મુકેશ કુમારને તેની ઓવરમાં માત્ર 3 રન જ મળ્યા હતા. અહીંથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે હાર્દિક ફરી એકવાર ચહલને બોલ સોંપશે કારણ કે તેને પિચમાંથી ઘણી મદદ મળી રહી હતી અને તે લયમાં પણ હતો પણ હાર્દિકે અર્શદીપ સિંહને બોલ સોંપીને બધાને ચોંકાવી દીધા હતા. અર્શદીપની આ ઓવરમાં 9 રન આવ્યા અને ટીમ ઈન્ડિયાને કોઈ વિકેટ મળી ન હતી. આટલું જ નહીં હાર્દિકે આગલી ઓવરમાં પણ ચહલને બોલ આપ્યો ન હતો. મુકેશ કુમાર વિન્ડીઝની ઈનિંગની 19મી ઓવર ફેંકવા આવ્યો અને આ ઓવરના 5મા બોલે વેસ્ટ ઈન્ડિઝની ટીમ જીતી ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.