Abtak Media Google News

ગત નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારને 99122 કરોડ રૂપિયા ડિવિડન્ડ પેટે ચૂકવ્યા હતા

દેશની અર્થવ્યવસ્થાને સુંદર બનાવવા માટે કેન્દ્ર સરકારની સાથોસાથ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ સતત મહેનત અને પ્રયત્ન હાથ ધરી રહ્યું છે ત્યારે પેલા બે માસના સમયગાળામાં હાલ જે રીતે ફુગાવાનો પ્રમાણ વધ્યું હતું તેને નિયંત્રણમાં લાવવા સરકારે વ્યાજદરમાં વધારો કર્યોછે તો બીજી તરફ આગામી લાંબા લક્ષ્યાંકને ધ્યાને લઇ સરકાર દ્વારા કેપિટલ એકસ્પેન્સ એટલે કે મૂડી ખર્ચ પણ વધારવામાં આવ્યો છે. તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માટે હવે તે જોવાનું પણ જરૂરી છે કે કેવી રીતે દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખી શકાય.

Advertisement

વૈશ્વિક પરિસ્થિતિ ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે હાલ સમગ્ર વિશ્વમાં આર્થિક તકલીફો જોવા મળી રહી છે તેના કારણે ફુગાવામાં પણ વધારો આવ્યો છે એક તરફ ભારત પાસે જે વિદેશી હૂંડિયામણ પડેલું છે તેનો પણ તે યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. બીજી તરફ આરબીઆઈનું ધ્યાન હવે એ મુદ્દા ઉપર પણ છે કે કઈ રીતે કરની આવકમાં વધારો થાય અને સરકાર ને ખૂબ મોટો ફાયદો મળી શકે.

બીજી તરફ આરબીઆઈ દ્વારા જે ડિવિડન્ડ આપવામાં આવેલું છે જેમાં 70 ટકા જેટલો ગત વર્ષની સરખામણીમાં ઘટાડો નોંધાયો છે જેનું મુખ્ય કારણ એ પણ છે કે આરબીઆઇ દ્વારા જે બેંકોને નાણાં આપવામાં આવ્યા હતા અને તેનું જે વ્યાજ આપવામાં આવ્યું તેનાથી તરલતાને ઘણી અસર પહોંચી હતી એટલું જ નહીં વૈશ્વિક સ્થિતિ પણ ડામાડોળ થવાથી ઘણા ખરા પ્રશ્નો દેશની અર્થવ્યવસ્થાને મળ્યા હતા.

આ તકે આવનારા સમયમાં અર્થવ્યવસ્થાને નથી કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ટૂંકાગાળા માટેની હોવાથી તેનો લાંબા ગાળે દેશને આર્થિક ફાયદો મળતો રહેશે.

ગત નાણાકીય વર્ષમાં માત્ર નવ માસના સમયમાં આરબીઆઇએ 99 હજાર કરોડ રૂપિયા સરકારને ડિવિડન્ડ પેટે આપ્યા હતા પરંતુ આ વર્ષે 75 ટકા જેટલો ઘટાડો જોવા મળેલો છે. રોજ નહીં વ્યાજદરનો કરેલો રિઝર્વ બેન્કને સતત નળી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે મજબૂત બનાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.