Abtak Media Google News

ભાવિકોને ચિકીનો  પ્રસાદ અપાશે:  મોહનથાળ બનાવવાનો  કોન્ટ્રાકટ રિન્યુ ન કરાયો

વિશ્વ પ્રસિધ્ધ  શકિતપીઠ અંબાજી મંદિરમાં હવે ભાવિકોને  પરંપરાગત  મોહનથાળનો પ્રસાદ  આપવાનુંબંધ કરી દેવામાં આવે તેવીશકયતા હાલ  દેખાય રહી છે. શ્રધ્ધાળુઓને રૂ.25માં ચિકીનો પ્રસાદ આપવામાં આવશે. મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાકટ રિન્યુ  કરવામાં આવ્યો નથી. આગામી એકાદ બે દિવસમાં  મોહનથાળ બંધ કરી દેવામાં આવશે અને પ્રસાદ રૂપે  માત્ર ચિકી આપવામાંઆવશે.

સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને પ્રસાદમાં વર્ષોથી મોહનથાળ આપવામાં આવી રહ્યો છે. વષ 2022માં રૂ.20 કરોડથી પણ વધુનો મોહનથાળનું વિતરણ કરવામાં આવ્યું હતુ. દરમિયાન ગત શ્રાવણ માસથી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળની સાથે ચીકીનં પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન હવે મંદિર ટ્રસ્ટ દ્વારા એવું નકકી  કરવામાં આવ્યું છે કે દર્શનાર્થીઓને મોહનથાળનો પ્રસાદ આપવાનું બંધ કરી દેવામાં આવશે તેના સ્થાને રૂ.25 માં ચિકીનો પ્રસાદ આપવામાં આવશે.

આ  માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મોહનથાળ બનાવવાનો  કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવ્યો નથી. હાલ એકથીબે દિવસ ચાલે તેટલો મોહનથાળ સ્ટોકમાં છે.આગામી દિવસોમાં  હવે અંબાજીમાં ર્માં અંબાના દર્શનાર્થે  જતા શ્રધ્ધાળુઓને  મોહનથાળનો પરંપરાગત  પ્રસાદ  આપવાનુંબંધ કરી પ્રસાદમાં માત્ર  ચિકી જ  અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.