Abtak Media Google News

લોકોને અનેકવિધ સુવિધા આપવાના વાયદા કર્યા બાદ નેતાઓ પાયાની સુવિધા અપાવવામાં પણ અસમર્થ સાબીત થયા હોવાનાં આક્ષેપો

વાંકાનેર શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા ખેડૂતો અને મજૂરો સહિતના મતદાર પ્રજા જનોને માત્ર મત બેંક જ રાજકારણીઓ સમજતા હોય તેઓ હાલ મોરબી જીલ્લાના વાંકાનેર ના લોકો મહેસૂસ કરી રહ્યા છે એક તરફ સરકાર મેડિકલ સારવાર આપવા અને ઝડપી સારવાર મળે તેવા હેતુ સર આયોજન નવા નવા કરે છે પરંતુ તે આયોજન પર મોટો આયોજનનો અભાવ રહ્યો હોય તેમ હાલ વાંકાનેર પંથકમાં ચાલી રહ્યું છે.

Advertisement

કારણકે વાંકાનેર તાલુકા વિસ્તારના લોકોને સરળતાથી કે ઝડપી સરકારી યોજનાઓનો લાભ કે સગવડ આપવામાં તંત્રવાહકો નિષ્ફળ ગયા હોય તેમ સરકારની યોજનાઓ અંગેનો લાભ લોકો લઈ શકતા નથી કારણ કે લોકોના આરોગ્યને લઈને સરકાર દ્વારા ઝડપી અને સરળ સાર સંભાળ લોકોને મળી રહે તેવા હેતુથી માં અમૃત યોજના અને આયુષ્માન યોજના ના કાર્ડ વિતરણ કરવામાં આવે છે ત્યારે વાંકાનેર શહેર ગામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર અને સરકારી દવાખાના મોટાભાગે સુવિધાઓનો અભાવ રહ્યો છે જેમાં અપૂરતો સ્ટાફ ડોક્ટર અને નર્સ વર્ષોથી ભરાતો નથી જેના પરિણામે આજની તારીખે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત ચામડી નાક ગળા કાન વિગેરે ડોક્ટરોની જગ્યાઓ ભરવામાં આવી નથી

ત્યારે વાંકાનેર શહેર ગ્રામ્ય વિસ્તારમાં મજૂરો ખેડૂતો ને મેડીકલ સારવાર અર્થે રાજકોટ મોરબી અમદાવાદ જવું પડે છે ત્યારે અકસ્માતની ઘટના વખતે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં આવતા જતા દર્દીઓને ડોકટરોના ભાવે અને અપૂરતો સ્ટાફ થી પ્રાથમિક સારવાર અપાવી રાજકોટ રીફર કરવામાં આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.