Abtak Media Google News

પોસ્ટર પ્રેઝેન્ટેશન, ફનગેમ, સાયન્સ ક્વિઝ દ્વારા છાત્રોને સરળતાથી વિજ્ઞાનની માહિતી પુરી પડાઇ: ૧ર૦૦ છાત્રોએ લીધો ભાગ

આર.કે. યુનિવર્સિટી દ્વારા યંગ સાયન્સ કોનવેલનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ જીલ્લાઓની કોલોનીમાંથી ૧ર૦૦ થી પણ વધારે વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાયન્સ કોનવેલમાં વિજ્ઞાનની અલગ અલગ પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પોસ્ટર પ્રોઝેટેશન, ફનગેમ, સાયન્સ કિવઝ, મોડેલ પ્રેઝેટેશન, સ્ટાર્ટ અપ સહીતના માઘ્યમથી વિજ્ઞાનની સરળ સમજણ અપાઇ હતી.

1223

વિઘાર્થી સાગર એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારું મોડલ દ્વારા જમીન પરનું અને પાણીમાં રહેલું પ્લાસ્ટીક વિધટન કરી શકી. આવનારા સમય માટે આ મોડેલ ખુબ જ જરુરી બનશે.

વિઘાર્થી રાધવએ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમારું મોડલ પોટેટો કેનલ છે જે ત્રણ ભાગમાં વહેચાયેલું છે. આનો ઉપયોગ  ખેતરમાં આવતા જે પ્રાણી અને પક્ષીઓ પાકનું નુકશાન પહોચા છે તેને કોઇપણ પ્રકારની ઇજા પહોચાડયા વગર ત્યાથી ભગાડવા માટેનો છે. આ મોડેલમાં પ્રોપેન ગેસ ઉમેરવામાં આવે જેનાથી તેને પ્રેસર મળે છે અને આ મોડેલમાં જે બટાકુ હોય તેનો અવાજ સાથે બહાર ફેંકાય છે. જેનાથી ખેતરમાં  આવતા પશુ પક્ષીઓ ભાગી જતા હોય છે. આમાં જેટલી રેન્જ વધારવી હોય તેટલું પ્રેસર વધારવાની રેંજ વધી શકે છે.

હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કેમેસ્ટ્રી ડો. જયેશ એમ. ધાલાનીએ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે બેચલર ઓફ સાયન્સ ના વિઘાર્થીઓ સ્ટાર્ટઅપ, એન ઇનોવેશન રીસચ આ બધી બાજુ જે એ મોટીવેર થાય, એમને આ વિષયમાં રુચી પડે આ યંગ સાયન્સ કોનકેલવની મહત્વની થીમ છે. આ કાર્યક્રમમાં વિવિધ જીલ્લાઓ કોલેજોમાંથી ૧ર૦૦ થી પણ વધારે વિઘાર્થીઓએ આમા ભાગ લીધો છે. બધા કોલેજમાંથી લગભગ ચાલીસ કરતાં પણ વધારે મોડલે આવેલા જેમાં આર.કે. યુનિ. માંથી દશથી પણ વધારે મોડેલ રજુ કરીયા છે. આ વિજ્ઞાન સભામાં પોસ્ટર પ્રેઝેન્ટશ, કિવઝ, પ્રતિયોગીતા અને ફના ગેમ્સ પણ રાખેલ છે. આર.કે. યુનિ. ના વિઘાર્થીઓ દ્વારા એક અલગ ફુડ ઝોન ની રજુઆત કરવામાં આવી જેમાં વિઘાર્થીઓ દ્વારા આ ફુડઝોન તૈયાર કરી ચલાવામાં આવી છે.

આર.કે. યુનિ. સ્કુલઓ સાયન્સના ડીડી. મયંક કે. પંડયા એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે યંગ સાયન્સ કોનવેલએ વિજ્ઞાન સભા સંમેલન જેવું છે. જેમાં વિજ્ઞાનના મોટાભાગના સેમીનારમાં માત્ર ડીબેટ અથવા પ્રોજેકટ હોય છે. પણ અહિ વિજ્ઞાન સભામાં અને વિવિધ પ્રવૃતિઓ આયોજન કરયું છે. આ કાર્યક્રમમાં વિઘાર્થીઓ પોતાની પ્રતિભા અને વિચારો ને બહાર લાવી શકે, આ વિજ્ઞાન સભાના મહત્વના મુદા કેમેસ્ટ્રી, બાયોલોજી, ફીઝીક, મેથેમેટીક, અને પરીયાવરણ ને લગતા સમસ્યા ઓના ઉકેલવાનું કાર્ય આ માં કરવામાં આવ્યું છે જેમાં મોડલ, કિવઝ દ્વારા આ સમસ્યાના ઉકેલ લાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.