Abtak Media Google News

સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ લવરાત્રીનું ટિઝર લૉન્ચ થઇ ગયું છે, ફિલ્મમાં સલમાન ખાન પોતાના બનેવી આયુશ શર્માને લૉંચ કરી રહ્યો છે. ફિલ્મ રિલીઝ પહેલા જ પોતાના નામના કારણે વિવાદોમાં સપડાઈ ગઈ છે.

સલમાને લવરાત્રીના ટિઝર લૉન્ચની જાણકારી આપતા ટ્વીટર પર લખ્યું,”પ્રેમમાં ખોવાઇ જાવ લવરાત્રીનાં સંગે” ટિઝરમાં આયુશ શર્મા પોતાની એક્ટ્રેસ વરીના હુસૈન સાથે રોમાન્સ કરતો નજર આવી રહ્યો છે.

ફિલ્મનાં નામનો કેટલાક હિંદુ સંગઠને વિરોધ કર્યો છે. આગરામાં હિંદુ આગે નામનાં સંગઠને સલમાનને પદ્માવતનાં નિર્દેશક સંજય લીલા ભણશાલી માફક મારવાની પણ ધમકી આપી છે. સલમાન ખાન આ ફિલ્મનો પ્રોડ્યૂસર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.