Abtak Media Google News

જે કયાંય ન ચાલે તે સિંગર તરીકે ચાલે ? બિપાશાનો વર બની ગયો પોપ સિંગર, સ્ટેજ પરફોર્મર

લ્યો બોલો, એક ગાયકનું નામ વાનર છે. અસલમાં બોલીવૂડ એકટ્રેસ બિપાશા બાસુનો હબ્બી કરનસિંઘ ગ્રોવર હવે સ્ટેજ પરર્ફોમર બની ગયો છે.

આજે રાતે તેનો પ્રથમ શો પણ યોજાવાનો છે તેને ચીયર અપ કરવા વાઇફ બિપાશા ઉપરાંત બોલીવૂડ અને ટોલીવુડના  યાર-દોસ્તો ઊમટી પડવાના છે.અસલમાં બીવી બિપાશા હબ્બી કરનને પ્યારથી મન્કી કહે છે. જો કે આ તેમનું બેડરુમ નેમ છે. હવે કરને પોપ સિંગર તરીકે કારકિર્દી શરુ કરી એટલે પોતાનું નામ મન્કી એટલે કે વાનર રાખી દીધું છે. જી ના, બિપાચશાને જરા ય વાંધો નથી.

સ્વાભાવિક રીતે જ બોલીવુડમાં પરણી ગયેલી હીરોઇનની માર્કેટ ડાઉન થઇ જાય છે. બિપાશા અને કરન કેટલીક એડ ફિલ્મોમાં દેખાય છે. કેટલાકે તો કોમેન્ટ પણ કરી કે તેઓ બેકાર છે એટલે ફિલ્મના સેટને બદલે વધુ સમય જીમમા ગાળે છે.

હમણાં હમણાં બિપાશા બાસુ તે સલમાન ખાનના વિદેશમાં થયેલા સ્ટેજ શો દા-બેંગનો હિસ્સો હતી. વચ્ચે સંભળાતુ હતું કે તે વિક્રમ ભટ્ટની કોઇ ફિલ્મ કરવાની છે પરંતુ આ પ્રોજેકટ આગળ વઘ્યો હોય તેવું લાગતું નથી.

બીજી તરફ હસબન્ડ કરનસિંઘ ગ્રોવર પાસે ય કોઇ મોટી ફિલ્મ નથી. મોટા માણસોના ખર્ચા ય મોટા હોય એટલે તેઓ એક યા બીજી રીતે આવકનું મીટર ચાલુ રાખવા માગે છે.હવે જોવાનું એ રહે છે કે વાનર તરીકે કરનસિંઘ ગ્રોવરની સિગિગ કેરીયર કેવી ક રંગ લાવે છે ? બાય ધ વે, નવા સવા પરણેલા બિપાશા અને કરન જયારે ધ કપીલ શર્મા શોમાં આવ્યા હતા.

ત્યારે કરને લડકી ભીગી ભાગી સી ગીત પોતાના અંદાજમાં ગાયું હતું. ઓલ  ધ બેસ્ટ કરન…. આજ રાતના લાઇવ પરફોર્મન્સ માટે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.