Abtak Media Google News

57મા જન્મદિવસે રાજ્યભરમાં 57 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે: સર્વરોગ નિદાન કેમ્પ, વૃક્ષારોપણ, વૃદ્ધા આશ્રમમાં ભોજન, બટુક ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકાર્યો થશે

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ સેવાકીય કાર્યનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે 11 જુલાઈના રોજ   નરેશભાઈ પટેલના 57મા જન્મદિવસે રાજ્યભરના 57 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા   11 જુલાઈ ને સોમવારના રોજ  નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટ શહેર અને જિલ્લા સહિત રાજ્યભરના કુલ 57 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, પાટણ, ભરૂચ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પોરબંદર, મોરબી, વાપી, નવસારી, ખેડા, કચ્છ સહિતના જિલ્લામાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાંરક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તેદર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળમેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને  નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે. આ વર્ષે પણ   નરેશભાઈ પટેલનાજન્મદિવસ નિમિત્તે   ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. 11 જુલાઈના રોજ રાજકોટ શહેરના બેસ્થળ સહિત રાજ્યભરના કુલ 57 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

જાહેર જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવે છે અને આપના નજીકના સ્થળે જઈ રક્તદાન કરવા માટે જવા વિનંતી કરવામાં આવી છે.રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 10 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે જેમાં   સવારે 8 થી 12 સુધી શ્રી સરદાર પટેલ ભવન, રાજકોટ, સવારે 7 થી 12 સુધી પટેલવાડી, બેડીપરા, રાજકોટ,સવારે 8 થી સાંજે 5 સુધી પટેલવાડી, જેલ ચોક, ગોંડલ, સવારે 8 થી 12 સુધી શ્રી ગુરુદત્ત મંદિર, કોટડા સાંગાણી, સવારે 8 થી 12 સુધી પાટીદાર શૈક્ષણિક ભવન, જસદણ, સવારે 8 થી 12 સુધી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન, ધોરાજી ,સવારે 9 થી 12 સુધી પથીકા આશ્રમ, જામકંડોરણા,સવારે 8-30 થી 12 સુધી ક્ધયા છાત્રાલય, ખામટા,સવારે 8 થી 12 સુધી સામનાથ મંદિર, જેતપુર અને  સવારે 8 થી 12 સુધી ડેકોરા ભવન, મેટોડા ખાતે આયોજન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.