Abtak Media Google News

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિ્ષ્ઠાનમ્ SGVPની નૂતન શાખા SGVP ગુરુુકુલ રીબડા ખાતે ધો.૧ થી ૧૨ અંગ્રેજી માધ્યમની (CBSE માન્યતા ધરાવતી કુમાર-કન્યા) ઇન્ટરનેશનલ સ્કુલના વાલીઓનું એક સંમેલન યોજાવામાં આવેલ, જેમા ૪૦૦ જેટલા વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં ધો.૧ થી ૧૧ ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર છાત્રોનું સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમની શરુઆતમાં બાળકોએ પોતાના માતા પિતાને ભાલે કુમકુમનો ચાંદલો કરી પૂજન કર્યું હતું. તથા બાળકોએ સંતોના વચને  માતાપિતા અને વડિલોને માન મર્યાદા જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે જયદેવ સોનાગરાએ જણાવ્યું હતું કે વાલીઓની ફરજ છે કે જેમ તેઓ પોતાના ઘરની વસ્તુઓની કાળજી કે દેખભાળ રાખે છે એવી રીતે પોતાના બાળકના અભ્યાસ અને સંસ્કાર વિષે પણ ધ્યાન રાખવુ જોઇએ.

ખરેખર જીવન જીવવાની કળા તો ગુરુકુળોમાં જ મળતી હોય છે. અહીં સ્ટડી, સ્પોર્ટસ અને સ્પિરિચ્યુઆલીટીના ધ્યેય સાથે ઇન્ટરનેશનલ કક્ષાનુુ શિક્ષણ આપવામાં આવશે. SGVP અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કુલ અમેરિકાની એડવાન્સ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ છે. એજ રીતે એસજીવીપી રીબડા-રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ બનશે.

અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ સંસ્કારયુકત શિક્ષણ તેમજ તેની સાથે અનેકવિધ સહ-અભ્યાસી પ્રવૃત્તિઓ જેવી કે ક્રેિકેટ, ફુટબોલ, બાસ્કેબોલ, ટેનિસ, બોક્સીંગ, હોકી, હેન્ડબોલ, યોગાસન, બેડમિન્ટન, શુટીંગ, સ્વીમીંગ, વગેરે રહેશે.

અંતમાં શાળાના પ્રિન્સીપાલે શાળાની શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સંચાલક  ધર્મવત્સલદાસજી સ્વામી, રામસુખદાસજી સ્વામી, વેદાંતસ્વામી, શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.