Abtak Media Google News

સમગ્ર મામલાની તપાસ કોલેજની કમિટીને બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એન્ટિ સેકસ્યુઅલ હેરેસમેન્ટ કમિટી કરે તેવી ઉઠતી માંગ

રાજકોટની પ્રખ્યાત માતૃશ્રી વીરબાઇમાં મહિલા કોલેજમાં સાયન્સના પ્રોફેસર બે વિદ્યાર્થીનીઓ પાસે અભદ્ર માંગણી કરી હોવાની થયેલી ફરિયાદના પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે સમગ્ર મામલે કોલેજના પ્રીન્સીપાલે કોલેજ લેવલે જ એક કમિટિ બનાવીને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. આ કમિટિ પાસે આ પ્રકારની ફરિયાદ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં થઇ હોવા છતા સમગ્ર મામલે ઢાંક પીછોડો થયો હોય તેમ માહિતી મળી રહી છે. ત્યારે હવે સમગ્ર મામલાની તપાસ કોલેજની કમિટીને બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એન્ટિ સેકસ્યુઅલ હેરેસમેન્ટ કમિટિ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

ઉલ્લેખનીય છે કે શહેરની કાલાવડ રોડ પર આવેલી માતૃશ્રી વીરબાઇમાં મહિલા કોલેજના સાયન્સ પ્રોફેસર સંજય તૈરેયાએ બે વિદ્યાર્થીની પાસે અઘટિત માંગણી કર્યાને પગલે રાજ્યભરમાં આ વાતથી ફિટકાર મચી જવા પામ્યો છે. ત્યારે ગઇકાલે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ એબીવીપી અને કોંગ્રેસના પ્રીન્સીપાલ તથા સૌ.યુનિ.ના કુલપતિને કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. આ સમગ્ર મામલો હાલ એન્ટિ સેકસ્યુઅલ હેરેસમેન્ટ કમિટિ પાસે પહોંચ્યો છે અને તપાસ ચાલી રહી છે.

પરંતુ આ સમગ્ર મામલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રોફેસર સંજય તૈરેયાને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યાં છે. શિક્ષણ ક્ષેત્રે ડાઘ લગાવે તેમ ત્રણ મહિના પહેલાની ઘટનામાં હવે મોડે-મોડે તપાસ શરૂ કરવામાં આવી છે. એક તપાસ કમિટિ રચવામાં આવી છે અને એક સપ્તાહમાં રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમ માહિતી મળે છે. જો કે આચાર્યની વાતએ છે કે બે વિદ્યાર્થીનીએ ત્રણ મહિના પહેલા અરજી કરી હતી અને પ્રિન્સીપાલે દોઢ માસ સુધી તેમાં કોઇ કાર્યવાહી કરી નથી.

એક રિપોર્ટ આવ્યો, બીજો રિપોર્ટ એક સપ્તાહમાં આવશે: કમિટી મેમ્બર

સૌરાષ્ટ્ર યુનિ.માં અત્યાર સુધીમાં ત્રણ લંપટ અધ્યાપકોએ વિદ્યાર્થીનીની જાતિય સતામણીના ગુનામાં ફરજ મુક્ત થઇ ચુક્યા છે ત્યારે યુનિ. સંલગ્ન ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં એક અધ્યાપક સામે બે વિદ્યાર્થીનીઓએ સતામણીની ફરિયાદ કરી છે. જો કે એક રિપોર્ટ આવી ગયો છે અને હવે બીજો રિપોર્ટ આગામી સપ્તાહમાં આવશે. તેમ કોલેજના એક કમિટિ સભ્યે જણાવ્યું હતું.

આર.એસ.એસ.ની ભગિની સંસ્થા શૈક્ષિક સંઘના મંત્રી સંજય તેરૈયાની સામે થયેલા આક્ષેપો ગંભીર: ડો.નિદત્ત બારોટ

આગામી 27 તારીખ મોહન ભાગવતજી રાજકોટ આવી રહ્યા છે ત્યારે અગાઉ પણ પત્ર લખીને તેમને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તેને સંલગ્ન કોલેજોના કેટલાક અધ્યાપકો આર.એસ.એસ. સાથે જોડાયેલી શૈક્ષણિક સંઘની સંસ્થાના હોદ્દેદાર બનીને શિક્ષણજગત પર દબાણની રાજનીતિ કરી રહ્યા છે. હાલમાં રાજકોટની વીરબાઈ માં મહિલા કોલેજમાં જે અધ્યાપક સામે આક્ષેપો થયા છે તે અધ્યાપક પણ શૈક્ષણિક સંઘના હોદ્દેદાર તરીકેની જવાબદારી નિભાવે છે. તેઓ શૈક્ષણિક સંઘના મંત્રી તરીકે કાર્ય કરી રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં આગામી બીજી જાન્યુઆરીએ શૈક્ષણિક સંઘનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તેમાં પણ નિમંત્રક તરીકે સંજયનું નામ નિમંત્રક કાર્ડમાં છાપવામાં આવ્યું છે જે દર્શાવે છે કે સંજય તેરૈયા શૈક્ષણિક સંઘ સાથે નજીકનો ઘરોબો ધરાવે છે. અગાઉ પણ સંઘના નામે તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટમાં અને વિજ્ઞાન વિદ્યાશાખાની અધર ધેન ડિન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારી પણ સંઘના નામે કેટલાક લોકોએ સંજયને બિનહરીફ કરીને સોંપી હતી.

પીએચડીની પરીક્ષા હોય, પ્રવેશ હોય માસ્ટર્સના પ્રવેશ હોય, યુનિવર્સિટી અને કોલેજ સાથે સંકળાયેલા સંઘના નામે શૈક્ષણીક સંઘના હોદ્દેદારો પોતાની મનમાની કરી રહ્યા છે. શિક્ષક સંઘના કેટલાય અધ્યાપકો કેમ્પસ ઉપર હાજર હોય છે કે કેમ તેની પણ તપાસ કરવી આવશ્યક છે.

મોહન ભાગવતજી રાજકોટ પધારી રહ્યા છે ત્યારે તેઓ આ વાતની ગંભીરતાથી તપાસ કરાવે તેવી અપેક્ષા છે. કોંગ્રેસ પ્રવક્તા ડો.નિદત્ત બારોટે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.