Abtak Media Google News

આજથી પાટીદાર સમાજના કુળદેવી ઉમીયાના સાનિઘ્યમાં ત્રણ દિવસ માટે ‘બિલ્વ પત્ર’ ભવ્ય અને દિવ્ય સામાજીક સંમેલનનો સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમા  પ્રારંભ થયો હતો.

આજે ભાદરવી પુનમના દિવસે સિદસર મુકામે કડવા પટેલ, સમાજના કુળદેવીમાં ઉમીયાના સાનિઘ્યમાં અને દિવ્ય રીતે સવારે 8 વાગે યજ્ઞ પુજા, પુજન, અર્ચન દર્શન ના કાર્યક્રમો યોજાયા બાદ વેણુ નદીના પૂર્વ કિનારે 30 વિઘા જમીનમાં સિદસર તીર્થ ધામ યાત્રા સંકુલ ઉમા વાટિકાનું દાતા વિજયાબેન તથા જીવણભાઇ ગોવાણીના હસ્તે ભૂમી પુજન કરવમાં આવ્યું હતું. તેમજ કાલે સવારે મા ઉમાના સાનિઘ્યમાં 8 વાગે મહિલા સંગઠન દ્વારા રાસ ગરબા સ્પર્ધા અને બપોરે બે  વાગે મહિલા સંમેલન યોજાશે.

51 કારની 125 રેલી યોજી ગીનીસ બુકમાં નામ નોંધાવશે

કાલે બપોરે મહિલા સંમેલન અને રાસ ગરબા સ્પર્ધા: જય વસાવડા મુખ્ય વકતા રહેશે

તેમાં મુખ્ય વકતા તરીકે જય વસાવડા ઉ5સ્થિત રહેશે. તેમજ તા.1 ને રવિવારે સવારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી પ1 કારની એવી 1રપ રેલીઓનું મા ઉમાના સાનિઘ્યમાં આગમન થશે અમે ગીનીશ બુકમાં નામ નોંધાવશે.

બપોરે બે કલાકે ભવ્ય અને દિવ્ય સામાજીક સંમેલન ને દાના જીવણભાઇ ગોવાણી  ઉદઘાટનજ કરી ખુલ્લુ મુકશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજયના ગૌરવ વંતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.