Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં પ્રત્યેક નાગરિકમાં બંધારણીય અધિકારો અને જીવન સવલતો અને સરકારી સહાય યોજનાઓનો પૂરેપૂરો લાભ મળે તેવા મુદ્રાલેખ પર ચાલતા સરકારી તંત્ર દ્વારા હવે રોજમદાર મજૂરોને પણ સરકારની સેવાઓનું પૂરેપૂરો લાભ મળે તે માટે નોંધાયેલા તમામ રોજમદારની ફરજિયાત નોંધણી કરવા સુપ્રીમે આદેશો જારી કર્યા છે.

Advertisement

ભારતના વિશાળ વસ્તી ગણને એક સમાન અધિકાર મળી રહે તે માટે તબક્કાવાર વ્યવસ્થા ગોઠવાઈ છે તાજેતરમાં જ ચૂંટણી પ્રક્રિયામાં દેશભરમાં વિસ્થાપિત અને હિજરતી પરિસ્થિતિમાં રહેતા શ્રમજીવી નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવાની સવલત આપવાની હિમાયત કરવામાં આવી રહી છે. હવે આ વ્યવસ્થામાં એક ડગલું આગળ વધીને સુપ્રીમ કોર્ટે સરકારને અને રાજ્ય સરકારોને દેશના તમામ નોંધાયેલા અસંગઠિત અને રોજમદાર મજૂરોની ફરજિયાત નોંધણી કરવાના નિર્દેશો આપ્યા છે.

સરકારી વિકાસલક્ષી યોજનાઓનો લાભ રોજમદાર મજૂરોને મળી રહે તે માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને રોજમદાર કર્મચારીઓને નોંધવાની હિમાયત કરી કોર્ટે જણાવ્યું છે કે હવે સમયનો તકાજો છે કે દેશમાં તમામ અસંગઠિત મજૂરો કે જે શ્રમજીવીઓ રોજગાર માટે દેશના વિવિધ રાજ્યોમાં પોતાના ઘરથી દૂર રહેતા હોય તે તમામ મજુરોની નોંધણી શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કરીને રાષ્ટ્રીય ડેટાબેઝ ઉભુ કરવું જોઈએ અને આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં તમામ રાજ્યોને પણ આ મુજબની નોંધણી રજીસ્ટર ઉભા કરવા જોઈએ.

સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠના ત્રણ ન્યાયમૂર્તિઓએ આ અંગે સહમતી આપી હતી. જેમાં અસંગઠિત મજૂરોની રાષ્ટ્રીય રેકોર્ડ કરવાની વાત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોને કાલે દેશભરના તમામ રોજમદાર મજૂરો જે અસંગઠિત ધોરણે દેશમાં પોતાના ઘરથી દૂર રહેતા હોય તે તમામ શ્રમિકોની ફરજિયાત નોંધણી અને એક રાષ્ટ્રીય કક્ષાના ડેટાબેઝ બનાવવાની હિમાયત કરવામાં આવી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે, હવે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ રહેતા શ્રમિક કામદારોને રોજમદારોની નોંધણી થઈ જવી જોઈએ. આ આંગળીના આધારે તમામને સામાજિક સુરક્ષા અને સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ આપી શકાય બંધારણીય કલમ 112 અને સામાજિક સુરક્ષા અધિનિયમ 2020 અંતર્ગત તમામ પ્રકારના મજૂરો અને કામદારોને સરકારની યોજનાઓના લાભ મળી રહે તેવી હિમાયત કરવામાં આવી છે.

કોર્ટે જણાવ્યું હતું કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એવો નિર્દેશ આપ્યો છે કે, સમગ્ર દેશમાં રોજગાર મજૂરોનું ફરજિયાત નોંધણી અને દેશવ્યાપી ધોરણે નેશનલ ડેટાબેઝ ઉંભુ કરવું જોઈએ રોજમદાર શ્રમિકોની નોંધણીથી સમગ્ર દેશમાં એવી વ્યવસ્થા ઊભી થશે કે જેનાથી તમામ નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.