Abtak Media Google News

જનરલ સર્જરી, ઓર્થોપેડીક, જનરલ મેડીસીન , ઈ.એન.ટી., બાળરોગ તથા યુરોલોજી સર્જરી માટે મંજૂરી 

શ્રી પંચનાથ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને સરકારી ગાઇડ લાઇન મુજબ સારવાર આપવા માટે મંજૂરી આપવામાં આવી  છે.હોસ્પિટલના પાંચ વિભાગોની સારવાર કરવાની મંજૂરી મળેલ છે ઓર્થોપેડીક વિભાગના ગોળા બદલવા, પ્લેટ તથા સળીયા મૂકવા, જનરલ રોગો જેવા કે ડેન્ગ્યુ, પેરાલિસિસ, કમળો, મેલેરિયા, શ્વાસ લેવામાં તકલીફ, ન્યૂમોનિયા, જનરલ સર્જરી વિભાગ એપેનડીક્ષ, સારણગાંઠ, રસોળી, સ્તનની બાયોપ્સી, ફીશર, હરસ, મસા, ભગંદર, યુરોલોજી વિભાગ યુરીન, પથરી તથા પ્રોસ્ટેટની સમસ્યાઓ, બાળરોગ વિભાગ જેમાં બાળકનો વિકાસ ન થવો, કુપોષણ તથા બાળકને થતાં રોગોની સારવાર આયુષ્માન ધરાવતા કાર્ડઘારકો મેળવી શકશે. સાથોસાથ લેબોરેટરી તથા રેડિયોલોજી વિભાગોનુ તેમજ આ સમયે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને મળતી સારવાર અંગે પૃચ્છા કરી હતી

વહીવટી સુગમતા માટે આ સારવાર અંગેની તમામ કાર્યવાહી હોસ્પિટલના ત્રીજા માળે રાખેલ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને આ યોજના મુજબ સારવાર મેળવવા માટે સૌ પ્રથમ ઓ.પી.ડી. કેસ કઢાવવાનો રહેશે.  શક્ય હોય તો તમારા દર્દની ભૂતકાળમાં જો કોઈપણ પ્રકારની સારવાર કરાવેલ હોય કે પરિક્ષણો કરાવેલ હોય તો તેની ફાઈલ સાથે રાખવી હિતાવહ છે તબીબના અભિપ્રાય બાદ આયુષ્માન વિભાગમાં  બેન્ક પાસબુક, આયુષ્માન કાર્ડ તથા આધાર કાર્ડની અસલ નકલની સાથે બે ઝેરોક્ષ નકલ રજુ કરવાની રહેશે. ત્યારબાદ તમારા સારવાર અંગે ઓનલાઇન સરકાર પાસે મંજૂરી માંગવામાં આવશે.

સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને પ્રઘાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરીને રાહતનુ કિરણ ફેલાવનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ, માનદમંત્રી મયૂરભાઇ શાહ, કોષાધ્યક્ષ ડી વી મહેતા, ટ્રસ્ટી ે ડો. રવીરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ પાઠક, જૈમિનભાઈ જોષી, સંદીપભાઈ ડોડીયા, નિતીનભાઇ મણીયાર, નારણભાઈ લાલકીયા, જે ઉદેશથી હોસ્પિટલની સ્થાપના કરેલ છે .વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (9879570878) અથવા તો શ્રીમતિ ધૃતિબેન ધડુકનો  હોસ્પિટલ પર ત્રીજા માળે અન્યથા લેન્ડલાઇન નંબર 0281-2223249/2231215 પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની યાદીમાં જણાવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.