Abtak Media Google News

અબતક-રાજકોટ

આપણા પગ એક પ્રકારનો આધારસ્તંભ છે. જે માનવ શરીરનું સંપૂર્ણ વજન વહન કરે છે. માનવ શરીરના સૌથી મોટા અને મજબૂત સાંધા-હાડકા પગમાં હોય છે. વ્યક્તિના જીવનમાં ૭૦% પ્રવૃતિ અને ઉર્જાનો વપરાશ બે પગ દ્વારા કરવામાં આવે છે. આમ પગ આપણા શરીરનું મહત્વનું અંગ છે ત્યારે ફક્ત પગને નિયમિત રીતે મજબૂત કરીને, વ્યક્તિ વૃધ્ધત્વને વધતુ અટકાવી અથવા ઘટાડી શકે છે. ઘડપણમાં પગ સિવાય અન્ય કોઇ અંગ અશક્ત બને તો તે સહી શકાય. પરંતુ જો પગ જ જતા રહે તો વ્યક્તિ બધી જ રીતે ભાંગી પડે છે માટે જ પગની તંદુરસ્તી યુવાન અવસ્થાથી જ જળવાવી જોઇએ.

આપણે ભલે દિવસેને દિવસે વૃધ્ધ થતા જઇએ પરંતુ આપણા પગ હંમેશા સક્રિય અને મજબૂત રહેવા જોઇએ. એક સારાંશ મુજબ લાંબા આયુષ્યના ચિહનો, (ચાલતા રહેવામાં) અને પગના મજબૂત સ્નાયુઓ પર છે. જો તમે તમારા પગને માત્ર બે અઠવાડિયા સુધી ખસેડો કે ચલાવશો નહિં તો તમારા વાસ્વવિક પગની તાકાત ૧૦ વર્ષ સુધી ઘટી જશે. જેમ-જેમ આપણા પગના સ્નાયુઆ નબળા પડતા જાય તેમ-તેમ આપણે પુનર્વસન અને કસરતો કરીએ તો પણ પુન:રીક્વર થવામાં ઘણો સમય લાગે છે.

તેથી જ ચાલવા જેવી નિયમિત કસરત કરવી ખૂબ જ મહત્વની છે. દરરોજ ૧૦,૦૦૦ પગલા ચાલવું જોઇએ. બંને પગમાં સાથે મળીને માનવ શરીરની ૫૦% ચેતાઓ, ૫૦% રક્તવાહિનીઓ અને તેમાંથી ૫૦% લોહી વહે છે તે સૌથી મોટુ ‚ધિરાભિસરણ નેટવર્ક છે. જે શરીરની સાથે જોડી રાખે છે. જ્યારે પગ તંદુરસ્ત હોય ત્યારે લોહીનો પ્રવાહ સરળ રીતે વહે છે તેથી પગના સ્નાયુઓ મજબૂત હોય એવા લોકો ચોક્કસપણે મજબૂત હૃદ્ય ધરાવે છે.

પગને પુરતી કસરત મળે અને પગના સ્નાયુઓ તંદુરસ્ત રહે એ માટે દરરોજ ઓછામાં ઓછુ ૩૦ થી ૪૦ મિનિટ ચાલવાનું રાખવું જોઇએ. ચાલવાની ક્રિયા એ સૌથી સરળ, સુલભ અને આરામદાયક છે. રોજ થોડું ચાલવાના ફાયદા અગણિત છે. પગની કસરત માટે ક્યારેય મોડુ થતુ નથી. ૬૦ વર્ષની ઉંમર પછી પણ ચાલવાની કસરત ચાલુ કરી શકાય. સમયની સાથે આપણા પગ ધીમે-ધીમે વૃધ્ધ થશે. પરંતુ પગની કસરત કરવાથી જીવનભર વ્યક્તિ સુખી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.