Abtak Media Google News
  • હથિયારથી સજ્જ સોમાલિયાના ચાંચિયાઓને મ્હાત આપીને 19 પાકિસ્તાની ક્રુ મેમ્બર્સને બચાવાયા, 24 કલાક પહેલા પણ ઈરાની જહાજને નૌકાદળે બચાવ્યું હતું

ભારતીય નેવીનું મોટું પરાક્રમ સામે આવ્યું છે. સોમાલિયાના ચાંચિયાઓએ હાઇજેક કરેલ પાકિસ્તાની જહાજને ભારતીય નેવીએ છોડાવ્યુ છે.

ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ સોમવારે 19 પાકિસ્તાની ખલાસીઓને બચાવી લીધા છે. સોમાલી ચાંચિયાએ માછીમારી જહાજને હાઇજેક કરી લીધું હતું. સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે.

Indian Navy Rescues Pakistani Ship From Pirates
Indian Navy rescues Pakistani ship from pirates

ભારતીય નૌકાદળે દરિયામાં 19 પાકિસ્તાની ખલાસીઓને સોમાલીયા ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા હતા. નૌકાદળે મેસેજ મળતા જ તરત જ કાર્યવાહી કરી અને પાકિસ્તાની નાગરિકોને બચાવી લીધા હતા.  એક ભારતીય સંરક્ષણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજ આઈએએસ સુમિત્રાએ કોચીના દરિયાકાંઠેથી લગભગ 800 નોટિકલ માઈલ દૂર પૂર્વી સોમાલિયા નજીક ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા ફિશિંગ જહાજ ’અલ નૈમી’ અને તેના ક્રૂને બચાવ્યા હતા.  ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જહાજને બચાવ્યું છે.

ભારતીય નૌકાદળે એક દિવસ પહેલા પણ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા. ચાંચિયાઓએ ઈરાની જહાજને હાઈજેક કર્યું હતું, જેમાં લગભગ 17 ક્રૂ મેમ્બર સવાર હતા. આ સાથે જ ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જહાજને બચાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.