Abtak Media Google News

મોરબી: આપનું સંગઠન માળખું જાહેર: ધારાસભાની ચૂંટણી પૂર્વે  સેલની રચના કરી

અબતક,ઋષી મહેતા, મોરબી

ગુજરાતમાં જ્યારે આવનારી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આપના આગેવાનોને અલગ અલગ જવાબદારી આપવામાં આવી રહી છે .જેમાં  મોરબીના આમ આદમી પાર્ટીના આગેવાનોને પણ જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવી છે જેમાં આંપ નાં યુવા આગેવાન પંકજ રાણસરિયાને ગુજરાત આપ ટીમ દ્વારા મોરબી કચ્છ લોકસભાનાં વાઇસ પ્રેસિડેન્ટ, મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ આજની યાદીમાં મોરબી જિલ્લા સહમંત્રી તરીકે મોતીભાઈ પરાડીયા, વિધાનસભા સંગઠન સહ મંત્રી તરીકે અજયભાઈ કક્કડ, કલ્પેશ લિખિયા, રાજેશ ક્લારિયા વિધાનસભા વીસીબલટી કોરડીનેટર તરીકે વિશાલ દવે, ઓ.બી.સી.વિંગ માં   જિલ્લા સહ મંત્રી તરીકે નવઘનભાઈ સરલા, માયનોરેટી સેલ ઉપપ્રમુખ તરીકે જુસબ ચાનીયા, હનીફભાઈ સંડવાની, ઇસ્માઇલ કાલિવર,માયનોરટી સહ મંત્રી તરીકે નસીમ અન્સારી, આયુબ બાદી, રિયાઝ ચૌધરી, કિસાન વિંગ સહ મંત્રી તરીકે ભરતભાઈ પટેલ તેમજ સોસીયલ મીડિયા માં અમિત સાણદિયા ને જવાબદારીઓ આપવામાં આવી છે જે આગામી વિધાનસભા ચૂંટણીમાં કામગીરી કરી આમ આદમી પાર્ટીનું વર્તુળ વધારવા નો પ્રયત્ન કરવા પણ ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આહવાન કરાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.