Abtak Media Google News

શિવભક્તો સતત એક મહિનો શિવભક્તિમાં થશે લીન: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે રોજ નયનરમ્ય શ્રૃંગાર દર્શન

આ વખતે શ્રાવણ માસમાં ચાર સોમવાર: 15મી સપ્ટેમ્બરે શ્રાવણનું સમાપન

ભોળાના ભગવાન અને ભગવાનમાં ભોળા એવા દેવાધિદેવ મહાદેવ તે અતિપ્રિય એવો પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આવતીકાલથી મંગલારંભ થઇ રહ્યો છે. અધિક શ્રાવણ માસની બુધવારી અમાસ નિમિતે આજે સવારથી મંદિરોમાં ભાવિકોની સવિશેષ ભીડ જામી હતી. કાલથી સતત એક મહિના સુધી શિવભક્તો શિવભક્તિમાં લીન બની જશે. રાજ્યભરમાં તમામ શિવ મંદિરો ખાતે સમગ્ર માસ દરમિયાન સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષ અધિક માસ આવ્યો છે. જોગાનુંજોગ વર્ષો બાદ શ્રાવણ માસમાં અધિક માસ આવતા બે શ્રાવણની ઉજવણી કરવામાં આવી હતી. અધિકમાં ભાવિકો આખો મહિનો ભક્તિમાં લીન રહ્યા બાદ આવતીકાલથી શરૂ થતા પાવનકારી શ્રાવણ માસમાં પણ શિવભક્તિમાં તલ્લીન બની જશે. શ્રાવણ માસમાં સોમવારનું સવિશેષ મહત્વ રહેલું છે. આ વખતે શ્રાવણમાં ચાર સોમવાર આવે છે. 21મી ઓગસ્ટે પ્રથમ સોમવાર, 28મી ઓગસ્ટે, બીજો સોમવાર, 4 સપ્ટેમ્બરે ત્રીજો સોમવાર અને 11 સપ્ટેમ્બરે ચોથો અને અંતિમ સોમવાર આવે છે.

શ્રાવણને તહેવારોનો માસ પણ કહેવામાં આવે છે. આ માસ દરમિયાન રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. 31મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી કરાશે. જ્યારે 3 સપ્ટેમ્બરના રોજ બોળ ચોથ, 4 સપ્ટેમ્બરના રોજ નાગપાંચમ, 5 સપ્ટેમ્બરના રોજ રાંધણ છઠ્ઠ, 6 સપ્ટેમ્બરના રોજ શિતળા સાતમ, 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. આ માસને મેળાનો મહિનો પણ કહેવાય છે. કારણ કે શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના ગામે-ગામ નાના-મોટા મેળા યોજાઇ છે. જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટમાં પાંચ દિવસ સુધી યોજાતો ભવ્ય લોકમેળો દેશભરમાં પ્રખ્યાત છે. શ્રાવણ માસ નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો માટે રોજ નિતનવા શ્રૃંગાર દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જડેશ્ર્વર, બિલેશ્ર્વર, ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર, જરિયા મહાદેવ, ભૂતનાથ મહાદેવ, પ્રગટેશ્ર્વર મહાદેવ સહિતના વિખ્યાત શિવમંદિરો ખાતે સવિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકો દ્વારા વિવિધ પ્રકારના અભિષેક તથા લઘુરૂદ્ર કરવામાં આવશે. શ્રાવણ માસના સોમવારે ભાવિકો માટે વિવિધ દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પૌરાણિક કથા પ્રમાણે સનત કુમારો શિવજીને પૂછે છે કે શ્રાવણ મહિનો જ શિવપૂજા માટે શા માટે ઉત્તમ ત્યારે શિવજી પોતે કહે છે કે શ્રાવણ મહિના ના દિવસો દરમિયાન માતા પાર્વતી એ શિવજી ને મેળવવા માટે તપસ્યા કરી હતી  અને માતા પાર્વતી ને શિવજી પ્રસન્ન થયા હતા અને શિવજી એ માતા પાર્વતી સાથે વિવાહ કર્યા હતા આથી શ્રાવણ મહિનો શિવ પૂજા માટે તે દિવસથી મહત્વનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનામાં શિવ પૂજા કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છેચારેય સોમવારે શિવલિંગ ઉપર આ પ્રમાણે એક મુઠ્ઠી ધાન્ય ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે અને શિવમૂષ્ટી પૂજા કહેવામાં આવે છે આ પૂજા નો પંચાંગ તથા પુરાણમાં ઉલ્લેખ છે. પ્રથમ   સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી ચોખા ચડાવવા,  બીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી કાળા તલ ચડાવવા,  ત્રીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી મગ ચડાવવા,  ચોથા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી જવ ચડાવવા,  આમ ચારેય સોમવાર ધાન્ય થી પૂજા કરવાથી જીવનમાં શાંતિ મળે છે અને પ્રગતિ થાય છે.

શિવલિંગની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાઓની પૂજા નુ ફળ મળે છે શિવલીંગની પુજા કરવાથી બ્રહ્મા – વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાની પુજાનું ફળ મળે છે શ્રાવણ મહિનામાં શિવજીની ભકિત તથા વિષ્ણુ ભગવાનની ભકિત કરવાથી તમામ દુ:ખમાંથી ઉગરી જવાય છે . શિવજી નિરાકાર હોવાથી શિવજીની પુજા કરવામાં આવે છે. જાણો શિવજીની પુજા કરવામાં ત્રણેય દેવતાની પુજા આવી જાય છે . શિવલીંગની પુજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાની પુજાનું ફળ મળે છે .  કારણ  કે શિવલીગના ત્રણ ભાગ માં વેચાયેલું  છે . તે શ્લોક પણ આ પ્રમાણે છે . મુલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણે અગ્રત શિવરૂપાય આમ શિવલીંગના ત્રણ ભાગમાં વહેચાયેલું છે . એટલે કે સૌથી નીચેનો ભાગ બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને સૌથી ઉપર શિવજીનો વાસ શિવલીંગ છે . એવી રીતે શિવલીંગની પુજા ઉપાસના કરવાથી ત્રણેય દેવતાની પુજા થઇ જાય છે . તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઈ જોશીએ જણાવ્યું હતુ.

સોમનાથ મહાદેવને તિરંગા શ્રૃંગાર

સ્વાતંત્ર્ય પર્વ નિમિતે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ચરણ થી લઈને શિવલિંગ સુધી કેસરી સફેદ અને લીલા પુષ્પો અને પર્ણો તેમજ ત્રિરંગા કપડાથી સુશોભન કરવામાં આવ્યું હતું. જ્યોતિર્લિંગ પર ભારત દેશના નકશા ની સાથે ત્રીરંગા સુશોભિત કરવામાં આવ્યા હતા. જ્યોતિર્લિંગના કેન્દ્રમાં ત્રિરંગા બિલ્વપત્ર નિર્માણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શૃંગારને દેશના રાષ્ટ્રધ્વજ અનુસાર ત્રિરંગા થીમ ઉપર સુશોભન કરવામાં આવ્યું હતું. (તસ્વીર:- જયેશ પરમાર-સોમનાથ)

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.