Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા

મોહમ્મદ પેગમ્બર ને લઇ ભાજપના મીડિયા સેલના પ્રવક્તા દ્વારા જે બાપા કરવામાં આવ્યો હતો તેને ધ્યાને લઈને ભાજપે તેઓને રૂકસદ આપી છે. એટલુંજ નહીં ભાજપે તેના  રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને પણ સસ્પેન્ડ કર્યા છે. ભાજપના કાર્યકરોનું માનવું છે કે બંને દ્વારા જે વાંધાજનક નિવેદન આપવામાં આવ્યા હતા તેને ધ્યાને લઇ તેમના ઉપર આ પગલું લેવામાં આવ્યું છે.

Advertisement

ભાજપે મુસ્લિમ સંગઠનોના વિરોધને કારણે આ પગલું લીધું હતું અને સંબંધિત વિવાદ ઠંડો પાડવા માટે નિવેદન પણ બહાર પાડ્યું હતું. ભાજપે નિવેદન આપતા કહ્યું હતું કે, ભાજપ પક્ષ બધા ધર્મનું સન્માન કરે છે અને કોઇ પણ ધર્મના દેવી-દેવતાનું અપમાન કરવાનો વિરોધ કરે છે.

ત્યારે આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાશે સાથો સાથ તેઓને  પક્ષમાંના હોદ્દા પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરાય છે.

ભાજપના દિલ્હી એકમના વડા આદેશ ગુપ્તાએ નવીનકુમાર જિંદલને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે તમને પક્ષમાંના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક દૂર કરાય છે અને તમને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ભાજપના મહામંત્રી અરુણ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારો પક્ષ કોઇ પણ ધર્મનું અપમાન કરવાનો વિરોધી છે અને દરેક ધર્મને સન્માન આપે છે. તેમણે જણાવ્યું હતું કે દેશના બંધારણમાં દરેક નાગરિકને કોઇ પણ ધર્મને અનુસરવાની છૂટ અપાઇ છે. નૂપુર શર્મા અને નવીનકુમાર જિંદલના વાંધાજનક નિવેદનને પગલે અમુક દેશમાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા હાકલ કરતી અનેક ટ્વીટ ટ્વિટર પર કરાઇ હતી.

­

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.