Abtak Media Google News

ભારત શેરડીના ઉત્પાદન માં મોખરાનું સ્થાન ધરાવે છે. શેરડીમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન જેવા લોહ તત્વો મળી રહે છે સાથે સાથે વિટામીન E અને વિટામીન B કોમ્લેક્ષ હોય છે.

Advertisement

ઉનાળામાં ગરમીને ભગાડવા માટે  કુદરતી ઠંડા પીણા માં મોખરે આવે છે શેરડી. એક ગ્લાસ શેરડીનો રસ ફક્ત આપણી તરસ જ નથી છીપાવતો પણ આપણા શરીર ને જરૂરી ઉર્જા પણ પૂરી પડે છે.

શેરડી માં ફેટ નું પ્રમાણ બિલકુલ નથી હોતું. તેમાં ૩૦ ગ્રામ જેટલી કુદરતી ખાંડ મળે છે, એક ગ્લાસ શેરડી ના રસમાં ૧૩ ગ્રામ જેટલું ફાઈબર હોય છે.

શેરડી ના ફાયદા

 

  • શેરડી ના રસ ની તાસીર ઠંડી હોય છે. માટે તેને ઉનાળા માં પીવાની સલાહ આપવામાં આવે છે. કસરત કર્યા પછી શેરડી ના રસ નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
  • પેશાબ માં થતી બળતરા, દર્દ, વગેરે જેવી મુત્રરોગ સબંધી સમસ્યાઓમાં શેરડીના રસનું સેવન ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
  • શરીર માં જો શુગર ની ઉણપ હોય તો શેરડી નો રસ પીવો ખુબ જ લાભકારી નીવડે છે. શેરડીના રસ માં ઉત્તમ પ્રકાર નું લોહ તત્વ હોય છે, જે શરીર માં ઝડપ થી મિક્ષ થઇ ને લોહી ની ક્મી ને દૂર કરે છે.
  • શેરડીનો રસ પીવાથી મળ સાફ આવે છે. કબજીયાત થતી નથી.

ઘરગથ્થુ ઉપચાર :

 

  • ત્વચા માં ફાયદા કારક : ત્વચા ને ચમકીલી બનવા માટે શેરડી ના રસ માં થોડીક મુલતાની માટી નાખીને તેનો લેપ લગાવવાથી ત્વચા ચમકીલી બને છે. ખીલ થતા નથી. અને દાગ ધબ્બા લાંબા સમયે દૂર થાય છે.
  • શેરડીનો રસ પીલીયા રોગો માં રામબાણ ઇલાઝ છે અને પીલીયા ને જળ મૂળ થી દૂર કરવાનો ગુણ ધરાવે છે.
  • શેરડીના રસમાં આમળાનો રસ, દાડમ નો રસ અને મધ મિલાવીને પીવાથી પાંડુરોગમાં ફાયદો થાય છે.
  • શરીર માં પાણી ની ઉણપને દૂર કરવા માટે શેરડી નો રસ પીવો જોઈએ. શેરડીમાં કુદરતી ખાંડ હોય છે, જે આપણા શરીર માં ઝડપ થી મિક્ષ થઇ જાય છે. અને શરીર ને તરત જ એનર્જી
  • શેરડી નો રસ પીવો લીવર માટે ખુબ જ સારો મનાય છે, લીવર ને સ્વસ્થ રાખે છે.
  • એસીડીટી ને કારણે થતી બળતરા માં શેરડી નો રસ ખુબ જ લાભકારી નીવડે છે. શેરડીના રસમાં લીંબૂ, ફુદીનો, અને સિંધા નમક નાખીને પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે.
  • દુબળા પાતળા લોકો માટે શેરડી નો રસ ઉત્તમ છે. તેમાં ફાઈબર ની માત્રા ભરપૂર પ્રમાણ માં હોય છે, જે વજન વધારવામાં ખુબ જ મદદ કરે છે.
  • શેરડી ને ચાવી ને ખાવથી દાંત મજબૂત બને છે.
  • શેરડીનો રસ કીડની ને સ્વસ્થ રાખે છે
  • કીડની નું કામ આખા શરીર ને શુધ્ધ લોહી પૂરું પાડવાનું છે.
  • તેથી જ કીડની ને સ્વસ્થ રાખવી જરૂરી છે. શેરડીના રસ માં કુદરતી રીતે જ કોલેસ્ટ્રોલ, સોડીયમ ઓછું હોય છે, જે કીડની ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
  • શેરડી ના ફાયદા બ્લડપ્રેશરને નોર્મલ રાખે છે
  • આપણે જાણીએ જ છીએ કે બ્લડ પ્રેશર ને નોર્મલ રાખવા મટે પોટેશિયમ કેટલું જરૂરી છે અને શેરડીના રસ નું સેવન કરવાથી આપણા શરીર ને પુરતી માત્રા માં પોટેશિયમ મળી રહે છે.
  • શેરડી નો રસ ગળા ની બળતરા માં ફાયદો કરે છે
  • ગળા ની ખરાશ ને દૂર કરવામાટે શેરડીના રસ નું સેવન ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
  • શેરડીના રસ મા એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રા માં હોય છે. જે કોઈ પણ પ્રકાર ના ઇન્ફેકશન થી બચાવવામાં મદદરૂપ સાબિત હાય છે.
  • વજન ઘટાડવામાં મદદરૂપ છે શેરડીનો રસ
  • શેરડીના રસમાં ભરપૂર માત્રા માં ફાઈબર મળી રહે છે,
  • શેરડીનો રસ પીવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ લગતી નથી.
  • તેથી જ શેરડીનો પીવો સેહત માટે તો સારું જ છે સાથે સાથે વજન પણ ઘટાડવામાં મદદ કરે છે.
  • તાવ/શરદી માં ફાયદેમંદ શેરડીનો રસ
  • શેરડીનો રસ એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ઇન્ફેકશનથી બચાવે છે.
  • કોઈપણ પ્રકાર નો તાવ આવ્યો હોય ત્યારે શેરડી ના રસ નું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
  • શેરડી ના ફાયદા તે પિત્ત ની સમસ્યા થી છુટકારો અપાવે છે
  • પિત્ત સબંધિત સમસ્યાઓમાં શેરડીના રસ નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત તઃય છે.
  • શેરડીના ૩૦-૪૦ ગ્રામ રસમાં મધ નાખીને પીવાથી પિત્ત માં ખુબ જ ફાયદો થાય છે.
  • શેરડીના રસનું સેવન કરવાના નુકસાન
  • એક દિવસમાં લગભગ બે ગ્લાસ જ્યુસ પીવું જોઈએ. વધારે પ્રમાણ માં જ્યુસ પીવાથી શરીર માં શુગર ની માત્રા વધી જાય છે.
  • ડાયાબીટીશ ના દર્દીઓએ શેરડીના રસ નું સેવન કરવું જોઈએ નહિ.
  • શેરડીના રસ ને હમેશા તાજો જ પીવો જોઈએ. નહિતર તેના ફાયદા પ્રાપ્ત થતા નથી. અને પેટ ની બીઅરીઓ નો સામનો કરવો પડે છે.

શેરડી ને સંબંધિત લોકો ને મુજવતા પ્રશ્નો

 

શેરડી ને અંગ્રેજીમાં શું કહેવાય | શરેડી ના રસ ને અંગ્રેજીમાં શું કહેવાય

અંગેજીમાં શેરડી ને Sugarcane કહેવાય છે અને શરેડી ના રસ ને અંગ્રેજીમાં sugarcane juice કહેવાય છે

શું શેરડીનો રસ દરરોજ પીવો સેહત માટે ફાયદાકારક છે?

હા, શેરડીનો રસ દરરોજ પી શકાય છે, પરંતુ ધ્યાન રહે કે તેની માત્રા વધારે હોવી જોઈએ નહી, દિવસ માં ૨ ગ્લાસ શેરડીનો રસ પીવો જોઈએ,ડાયાબીટીસ ના દર્દીઓ એ ડોક્ટર ની સલાહ મુજબ તેનું સેવન કરવું હિતાવહ છે.

શેરડી નો સમાવેશ ફ્રુટ કે શાકભાજી શેમાં કરવામાં આવે છે?

શેરડી એ એક પ્રકાર ના ઘાંસ ની પ્રજાતિ છે જેમાં વાંસ,મકાઈ, ઘઉં નો પણ સમાવેશ થાય છે

શું શેરડી ના રસ નું સેવન કરવાથી સારી ઊંઘ મેળવી શકાય છે?

શરેડી ના રસ નું સેવન કરવાથી ઊંઘ આવવા ને બદલે ઊંઘ ઉડી જાય છે અને શેરડી ના રસ નું સેવન કર્યા પછી તેમે એકદમ ફ્રેશ અનુભવો છો તે તમને ઊંઘ દુર રાખવામાં મદદરૂપ થાય છે

શેરડીની તાસીર કેવી હોય છે?

શેરડી અને તેના રસ ની તાસીર ઠંડી હોય છે, તેથી જ આયુર્વેદ ઉનાળા માં તેનું સેવન કરવાની સલાહ આપે છે.

શું શેરડી ના સેવન કરવાથી વજન વધી શકે છે?

ના, શેરડી નું સેવન કરવાથી વજન વધતું નથી પરંતુ શ્રેડી આપણા શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને તે તેની અંદર રહેલ ફાઈબર ને કારણે વજન ઓછુ કરવામાં મદદ કરે છે

નોંધ : કોઈ પણ રોગ માં ડોક્ટર ની સલાહ મુજબ તેનું સેવન કરવું હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.