Abtak Media Google News

સામાજીક વનીકરણ વિભાગ,  પ્રભાસ પાટણ દ્વારા ઈણાજ ગામના સરપંચ ભગાભાઈના અધ્યક્ષસ્થાને આરટીઓ  કચેરી ઈણાજ  ખાતે તાલુકાકક્ષાના 73 મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવો દ્વારા આરટીઓ કચેરી ઈણાજના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ તેમજ ઓક્સિજન રથને લીલી ઝંડી આપી  પ્રસ્થાન કરાવવામા આવ્યો હતો.

Advertisement

Rto Inaj Van Mahotsav 8

આ તકે  ઈણાજ ગામના સરપંચ એ જણાવ્યું હતું કે,સૌ લોકોએ વૃક્ષારોપણ કરીને વૃક્ષોનુ જતન કરવુ જોઈએ.આ તકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રસીલાબહેન વાઢેરે જણાવ્યુ હતુ કે, વૃક્ષારોપણ સાથે વૃક્ષોનો ઉછેર કરવો જરૂરી છે.ઝાડ કાપવુ સહેલુ છે પણ ઉછેરવુ અઘરુ છે.

Rto Inaj Van Mahotsav 6

આ તકે ફોરેસ્ટર  બી .ડી કોડીયાતરે જણાવ્યુ હતુ કે વૃક્ષારોપણ કરી અને તેની જાણવણી કરવી જોઈએ વધુમા વૃક્ષોની અગત્યતા જણાવતા કહ્યુ હતુ કે વાતાવરણ શુધ્ધ રાખવા માટે વૃક્ષો વાવવા જોઈએ આ તકે એઆરટીઓ   કારેલીયાએ જણાવ્યુ હતુ  કે અમારા કચેરીના પટાગણમા વનમહોત્સવ ઉજવાઈ રહ્યો છે અમારુ પટાગણ વૃક્ષારોપણથી હરીયાળુ બનશે.આ તકે આરટીઓના આઈએમવી ઓફિસર એચ.એમ. ગોહિલે સેવ સોઇલ  અભીયાનનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ,

Rto Inaj Van Mahotsav 7

જમીનમા પોષક તત્વો જળવાઈ રહે તે માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ તેમજ વધુ વૃક્ષારોપણથી ઓક્સિજનની પણ કમી રહેતી નથી. આ કાર્યક્રમનુ સંચાલન મોડેલ સ્કુલના શિક્ષક અજીત ડોડીયાએ કર્યુ હતુ.

Rto Inaj Van Mahotsav 2

આ તકે ઈણાજ ઉપસરપંચ ,આરટીઓના એઆઈએમવી ઓફિસર  ઝાલા વન વિભાગ તેમજ આરટીઓ અને મોડેલ સ્કૂલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોડેલ સ્કુલના વિદ્યાર્થીનીઓ અને ગ્રામજનો  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.આભારવિધિ ભાવેશભાઈ ચુડાસમા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.