Abtak Media Google News

નવરાત્રિ દરમિયાન ફાલગુની પાઠક ના સોંગની ધૂમ રહે છે. આ ધૂમની મજા લેવા માટે જુડવા ૨ની ટીમ પણ પહોચી હતી. ફાલગુની પાઠક ના ‘નવરાત્રી નાઈટ’ શો દરમિયાન તેમના સોંગ પર વરુણ ધવન, તાપસી પન્નુ અને જેકલીન ફર્નાડીઝ સાથે ડાંસ કરતા નજર આવ્યા હતા.જુડવા ૨ ની ટીમ વરુણ ધવન, તાપસી પન્નુ અને જેકલીન તાજેતરમાં દાંડિયા રમવા મુંબઈમાં બોરીવલી પહોચી હતી. કાર્યક્રમમાં બધા સ્ટાર્સે સ્ટેજ પર ખૂબ પરફોર્મ કર્યું હતું.

વરુણ ધવન, જેકલીન ફર્નાડીઝ અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ જુડવા 2 નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ડેવિડ ધવનના નિર્દેશમાં બનેલ આ ફિલ્મમાં વરુણ ધવન લીડ રોલમાં છે. જુડવા ૨ સલમાનની વર્ષ ૧૯૯૭ માં સુપરહીટ રહેલ ફિલ્મ જુડવાની સિકવલ છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં સલમાન મહેમાનની ભૂમિકામાં છે. ફિલ્મ ૨૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે.ટ્રેલરની વાત કરવામાં આવે તો ફિલ્મમાં વરુણ ધવન કોમેડી અવતારમાં નજર આવશે. ડબલ રોલમાં વરુણ ધવન પ્રેમ અને રાજા નામના યુવકના રોલમાં છે. જેમાં પ્રેમ એકદમ સીધોસાદો છે તો બીજી તરફ, રાજા એટલો જ બિંદાસ સ્વભાવનો છે.

જુડવાને ડેવિડ ધવને ડીરેકટ કરી હતી અને આ વખતે ‘જુડવા ૨’ ના ડિરેક્ટર પણ ડેવિડ ધવન જ છે. ડેવિડ ધવને તેની પહેલા તેના પુત્ર વરુણ ધવનને ફિલ્મ ‘મેં તેરા હીરો’ માં ડિરેકટ કર્યા હતા. ‘જુડવા ૨’ ને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી છે.જો કે, વર્ષ ૧૯૯૭ માં આવેલ ફિલ્મ ‘જુડવા’ માં અભિનેતા સલમાન ખાન ડબલ રોલમાં હતા જે જન્મતાની સાથે જ અલગ થઇ ગયા હતા. ફિલ્મ સંપૂર્ણ રીતે મનોરંજન અને મસાલાથી ભરપૂર છે. તે ફિલ્મમાં સલમાન ખાનની સાથે કરિશ્મા કપૂર અને રંભા લીડ એક્ટ્રેસ હતી. જો કે, ‘જુડવા’ ફિલ્મ વર્ષ ૧૯૯૪ માં આવેલ તેલુગુ ફિલ્મ ‘હેલો બ્રધર’ ની રીમેક હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.